રાજ્યમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે, કેટલાક જિલ્લામા ભારે વરસાદ વરસવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે, વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાની શકયતા રહેલી છે, તો આ આગાહી 7 સપ્ટેમ્બર સુધીની છે જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજયમાં ગાજવીજ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે, તો અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા અપાઇ સૂચના.

આજે આ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે નર્મદા, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગના દ્વારા આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ તથા આગામી તા. ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. NDRF અને SDRFના અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ ૧૨ ટીમ અને SDRFની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ પણ રાખવામાં આવી છે.


  • Follow us on: