ગુજરાતના વરસાદને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું નાઉકાસ્ટ બુલેટિન જેમાં સવારે 7 થી 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે, આગામી 3 કલાક ભારેથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

જાણો કયાં જિલ્લામાં આજે વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, રાજકોટ, દ્વારકા, પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી

આજે સમગ્ર કચ્છ પંથકમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા પંચમહાલ સાબરકાંઠા પાટણ મહેસાણા સહિત સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, અમરેલી, ભાવનગર, દાદરાનાગર હવેલી, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદની લો પ્રેશર સક્રિય રહેતા રાજ્યમાં વરસાદ રહેશે.

ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 5.37 ટકા નોંધાયો છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૧.૩૭ ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૫૮.૪૬ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં ૫૫.૨૯ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૪૯.૫૦ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૯.૩૮ ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૪૯ ટકા વરસાદ નોંધાયો છે.


  • Follow us on: