રાજ્યમાં 19 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે અને 15 થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર અમે દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 17 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદનું જોર વધુ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
રાજયના અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 68.79 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 66.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.
ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે
રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરતમાં, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે.હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, લૉ પ્રેશર, મોન્સન ઇસ્ટ અને વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.









