આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને આગામી 3 દિવસ માટે દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, તો મોન્સૂન ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

જાણો ગુજરાતમાં કયાં અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, સોમનાથ, દીવમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

[[$alsoread]]

ભારતીય હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આગામી 3 થી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, આવતા 7 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કર્ણાટકના દરિયાઇ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે, ગુજરાતના કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેમા ગુજરાતમાં 4 થી 6 સપ્ટેમ્બર વચ્ચે અતિભારે વરસાદ પડી શકે છે.

રાજયમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 89 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા.1 સપ્ટેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ 86 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

  • Follow us on: