હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમદાવાદમાં મહત્તમ 34 ડિગ્રી તાપમાન રહેશે અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહી શકે છે, આગામી સાત દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી અને શહેરમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો માહોલ પણ જામશે અને વહેલી સવારે ગુલાબી ઠંડીની અસર પણ જોવા મળશે.


ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય

રાજ્યમાંથી ચોમાસાએ લીધી સંપૂર્ણ વિદાય અને વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, રાજ્યમાં હવે સત્તાવાર શિયાળાનું આગમન થયું છે અને રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીની થશે શરૂઆત, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહી શકે છે, અમરેલીમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું છે.

ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસુ વિદાય લેશે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

આ રાજ્યોમાં ચોમાસાની વિદાય

ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. લક્ષદ્વીપમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના માછીમારોને ઊંચા મોજા અને જોરદાર પવનના જોખમને કારણે સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

  • Follow us on: