હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરિયો ના ખેડવાને લઈ કોઈ સૂચના આપવામાં આવી નથી, તો રાજસ્થાન તરફથી ચોમાસુ વિદાય લઈ શકે છે તેવી માહિતી સામે આવી છે, રાજયમાં ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ સંભાવના દેખાતી નથી.
18 અને 19 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરત, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં ભારે વરસાદની શકયતા નહીવત.
આગામી બે દિવસમાં ચોમાસાની થશે વિદાય
19 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય થઈ શકે છે. ગુજરાતમાં સિઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજની તારીખ સુધીમાં 108.21 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં વરસાદે સેન્ચ્યૂરી પૂરી કરી છે. ઉત્તર ગુજરાતમાં 118.72, કચ્છમાં 135.95, મધ્ય પૂર્વમાં 110.18, સૌરાષ્ટ્રમાં 93.89 અને દક્ષિણ ગુજરાતમાં 11.64. ટકા વરસાદ ખાબક્યો છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 15 થી 18 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. 15 થી 19 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રિમાં વરસાદ થઈ શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.










