ગુજરાતમાં 16 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 18 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડી શકે છે, રાજ્ય તરફ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે

16 થી 18 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી બે દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, અમદાવાદ,ગાંધીનગર, વડોદરા, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ,પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, રાજકોટ, અમરેલી, વલસાડ, જૂનાગઢ, દ્વારકા,મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 68.79 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 66.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

તા. ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૬૫ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૨.૬૪ લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ગુજરાતના માછીમારોને તા. ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ ૧૪,૫૯૮ રૂટ પર ૪૦,૨૬૪ ટ્રીપ કાર્યરત છે.


  • Follow us on: