હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સૌરાષ્ટ્ર, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં પવનની ગતિ 45થી 55 કિમી પ્રતિકલાક રહેશે.
સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો, 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ ઉપર
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, માછીમારોને તા.૭ સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર સુધી દરમિયાન દરિયો નહી ખેડવા આઈ.એમ.ડી દ્વારા સૂચના અપાઈ છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં ૩૦૯૦૪૮ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે.
૨૨ એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે
રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે ૨૦ ડેમ એલર્ટ ઉપર તથા ૧૪ ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના ૨૦૩ જળાશયોમાં હાલ ૪૬,૭૯૨૦ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૩.૮૭ ટકા જેટલો છે. રાજ્યમાં તા.૧-૬-૨૦૨૫ થી અત્યાર સુધીમાં ૫,૫૯૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે ૧૦૪૫ લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા છે. હાલ રાજ્યમાં ૧૨ એન.ડી. આર.એફની અને ૨૨ એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા જેટલો નોધાયો છે
જ્યારે રાજ્યના અન્ય ૭૫ તાલુકાઓમાં એક થી અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં ૧૦૬.૫૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં ૧૦૭.૩૪ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૯૧.૨૯ ટકા અને દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો વરસાદ નોધાયો છે.









