હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, તેમનું કહેવું છે કે, રાજયમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે અને રાજયમાં હાલમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી, કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહેશે, બંગાળના સાગરમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે જેના કારણે છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.


[[$googlead]]

વાવાઝોડાની શક્યતા દેખાઇ રહી નથી : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, વાવાઝોડાની હાલમાં કોઈ શકયતા દેખાઈ રહી નથી, 23 જુલાઈ બાદ રાજયમાં વરસાદ ભારે પડી શકે છે, અને 28 જૂલાઇ આસપાસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે, પંચમહાલ, વડોદરા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે તેવી સંભાવના સેવાઈ રહી છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

[[$alsoread]]

મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, સાનુકૂળ સંજોગોમાં અતિભારે વરસાદ પડી શકે છે, મહેસાણા, પાટણ, કચ્છમાં પણ વરસાદ પડી શકે છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જૂલાઇ મહિનાના અંત ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં જુલાઈ મહિનામાં 4 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, સૌરાષ્ટ્રમાં 30-31 જુલાઇ આસપાસ ભારે વરસાદ પડી શકે છે.

કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે, 18 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.

 

  • Follow us on: