રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, મોન્સૂન ટ્રફ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

આ જિલ્લામાં આજે વરસાદની ભારે આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 199 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે, કાંકરેજમાં 3.58 ઈંચ, પલસાણામાં 3.5 ઈંચ, લખતરમાં 3.43 ઈંચ, વલસાડમાં 3 ઈંચ, વાપીમાં 2.99 ઈંચ, વાવમાં 2.99 ઈંચ વરસાદ, કલ્યાણપુરમાં 2.99 ઈંચ, ગઢડામાં 2.95 ઇંચ, સાયલામાં 2.8 ઈંચ, થરાદમાં 2.72 ઈંચ, બરવાળામાં 2.56 ઈંચ, વઢવાણમાં 2.52 ઈંચ, ખેરગામ અને પોરબંદર તાલુકામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.

આગામી સાત દિવસ વરસાદની શક્યતાઓ

હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે પોરબંદર,રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે સુરત, બનાસકાંઠા, જૂનાગઢ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.


  • Follow us on: