રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે અને રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેતા રહેશે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં રહેશે ભારે વરસાદ.
આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, મોરબી, જામનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ સમગ્ર કચ્છ પંથકમાં સમાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
આગામી સાત દિવસ વરસાદની શક્યતાઓ
હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે પોરબંદર,રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે સુરત, બનાસકાંઠા, જૂનાગઢ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.









