વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા,સાબરકાંઠા,કચ્છ, ડાંગ,નવસારી,વલસાડ,તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


[[$googlead]]

ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી

દમણ, પાટણ, અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદ,ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગુજરાતમાં હવે ચોમાસુ બેસી ગયુ છે અને ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદને ધળબળાટી બોલાવી છે.

[[$alsoread]]

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ વરસ્યો છે, સૌથી વધુ પંચમહાલાના જાબુઘોડામાં 8 ઇંચ વરસાદ, પાવીજેતપુરમાં 5 ઇંચ, પેટલાદમાં 3 ઇંચ વરસાદ, કપરાડામાં 3 ઇંચ, તારાપુરમાં 2.68 ઇંચ વરસાદ, હાલોલમાં 2.6 ઇંચ ,બોરસદમાં 2.4 ઇંચ વરસાદ, ઝઘડીયામાં 2.2 ઇંચ, આણંદમાં 2 ઇંચ વરસાદ, ચુડામાં 1.6 ઇંચ, વડોદરામાં 1.5 ઇંચ વરસાદ, આંકલાવમાં 1.3 ઇંચ,બોડેલીમાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે.

શિમલામાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ

શિમલા સહિત હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ગયા વર્ષની સરખામણીમાં સાત દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે. આ પ્રદેશના ગણા ભાગોમાં થયેલા વરસાદને કારણે શુક્રવારે ઘણા સ્થાનો પર લેન્ડ સ્લાઈડની ઘટનાઓ સામે આવી હતી. શિમલાના જતોડમાં પિક-અપ ગાડી પર કટમાળ પડવાથી વાહન પુરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. પંડોહના શહીદ ઈંદર સિંહ મિડલ સ્કુલમાં પણ પાણી ભરાવાની માહિતી મળી હતી. જેનાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ રસ્તાઓને ફરી ચાલુ કરવાનું કામ ચાલુ છે.


  • Follow us on: