દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકાના લાખો લોકો માટે જીવાદોરી સમાન ગણાતો માછણ નાળા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે માછણ નાળા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે. ડેમની સપાટી 277.64 મીટર ઉપર ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફલો થતા નીચાણવાળા ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

ઝાલોદનો માછણ નાળા ડેમ ઓવરફ્લો થયો

છેલ્લા ચાર દિવસથી ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે માછણ નાળા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. આ ડેમ ઝાલોદ તાલુકાના ખેડૂતો અને નાગરિકો માટે પીવાના પાણીની સમસ્યા હલ કરશે. સ્થાનિક લોકો આ ડેમને છલકાતો જાવા માટે રાહ જોઈ રહ્યા હતા. આજે આ ડેમ સપાટી 277.64 મીટર ઉપર ઓવરફ્લો થયો છે.

 ડેમ સપાટી 277.64 મીટર ઉપર ઓવરફ્લો 

ગઈ કાલે આ ડેમ 90 ટકા જેટલો ભરાયો હતો. રાત્રી દરમિયાન પડેલા વરસાદના કારણે આ ડેમ આજે ઓવરફ્લો થતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. આ માછણ નાળા ડેમ ઓવરફ્લો થતા પાણીની સમસ્યાનો હલ થયો છે. રાજ્યમાં પડી રહેલા સતત વરસાદના કારણે નદીઓ તથા ડેમ ઓવરફ્લો થયા છે. આસપાસના લોકોને પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. તથા ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહેશે તેથી સારા પ્રમાણમાં ખેત પેદાશ લઈ શકશે.