આજકાલ સ્માર્ટફોન અને ઇન્ટરનેટના યુગમાં હવામાનની આગાહી મેળવવી અત્યંત સરળ બની ગઈ છે. ગૂગલ (Google) પર ઉપલબ્ધ રિયલ-ટાઇમ વેધર અપડેટ્સ (Time-to-Time Weather Updates) લાખો લોકો માટે દૈનિક જીવનનું એક અનિવાર્ય અંગ બની ગયા છે. સવારે ઘરની બહાર નીકળતી વખતે કે ક્યાંક પ્રવાસે જતી વખતે, આજનું કે આવતીકાલનું જ નહીં પરંતુ કલાક-દર-કલાકનું હવામાન કેવું રહેશે તેની સચોટ માહિતી હવે ગૂગલ એક જ ક્લિક પર ઉપલબ્ધ કરાવે છે.
સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ
અમદાવાદ સહિત અનેક શહેરોમાં સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદની આજની ગુગલ વેધરની પરિસ્થિતિ પર જો નજર કરીએ તો આજનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આકાશમાં કાળા ડિંબાગ વાદળો જોવા મળી રહ્યા છે. સાથે જ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગના ડેટા પ્રમાણે હાલમાં વરસાદની સંભાવના (Precipitation) 78% જેટલી છે, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ (Humidity) 88% અને પવનની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની છે.
2 3 કલાકનો વરસાદનો ખેલ
આગામી કલાક-દર-કલાકના અપડેટ્સ પર નજર કરીએ તો, સોમવાર બપોરે 1 વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. બાદમાં 2 વાગ્યે 50 ટકા વરસાદ પડશે. સમય પસાર થતા થતા 3 વાગ્યે 20 ટકા વરસાદની શક્યતા છે. બાદમાં કોરૂ ધાકોર જોવા મળશે, એટલે કે વરસાદની શક્યતા નહિંવત છે.
3 વાગ્યા બાદ છૂટો છવાયા વરસાદની શક્યતા
આજના દિવસ દરમિયાન તાપમાન આશપાસ જળવાઈ રહેશે અને આગામી દિવસોમાં પણ વાદળછાયું આકાશ તેમજ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોએ ઘરની બહાર નીકળતી વખતે આ બદલાતા મોસમી મિજાજને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે.
ગુગલ વેધર પર આધારિત દિવસનું આયોજન
આધુનિક ટેકનોલોજી અને સેટેલાઇટ ડેટાના આધારે કામ કરતી આ સેવા ખેડૂતો, નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. અચાનક બદલાતા મોસમી મિજાજ વચ્ચે જો તમે પણ પલ પળના વરસાદ કે તાપમાનના ફેરફારોથી માહિતગાર રહેવા માંગતા હોવ, તો ગૂગલ વેધર પર ભરોસો કરીને તમારા દિવસનું આયોજન વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવી શકો છો.
આ પણ વાંચોઃ PM હાઉસના વીજ બિલની કિંમત જાણીનો ચોંકી જશો