ગુજરાતમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પૂર્વે કુદરતનો એક મોટો પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં એકસાથે 3 શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં બે અલગ-અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ ત્રિવેણી સંગમના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો સીધા ગુજરાત તરફ ધસી રહ્યા છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે.રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.


15 જિલ્લાઓ માટે આગામી 2 થી 3 કલાક માટે એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 15 જિલ્લાઓ માટે આગામી 2 થી 3 કલાક માટે ભારે વરસાદ અને વીજળીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જેમાં 8 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 7 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ખેડા, મહિસાગર, રાજકોટ, વડોદરા અને વલસાડ જેવા રેડ વોર્નિંગ ધરાવતા વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મીમી વરસાદની આશંકા સાથે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.બીજી તરફ બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દાહોદ, મહેસાણા, પંચમહાલ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અંતર્ગત 5 થી 15 મીમી વરસાદ અને 40 થી 60 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ચાલવાની શક્યતા છે.

આગામી ત્રણ કલાકનું વેધર બુલેટિન જાહેર

ગુજરાતના હવામાન વિભાગે પણ આગામી ત્રણ કલાકનું વેધર બુલેટિન જાહેર કર્યું છે. રાજકોટ, અમરેલી અને અરવલ્લીમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 62 થી 87 કિમી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદી એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તીવ્ર હવામાન પલટાને પગલે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gandhinagar news : PM મોદી કરશે 7689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું લોકાર્પણ



  • Follow us on: