ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે વરસાદ અને વાવાઝોડા અંગે ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે.રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે.


આ જિલ્લાઓ માટે ખાસ એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને વલસાડ જિલ્લાઓ માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા-નગર હવેલી અને દમણમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.આ વિસ્તારોમાં વાતાવરણમાં આવનારા પલટાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રને તૈયાર રહેવા અને નાગરિકોને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે.ભરૂચ, સુરત, વડોદરા, પંચમહાલ અને નવસારી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

પવન ફૂંકાવાની અને વીજળી પડવાની સંભાવના

હવામાન વિભાગે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે ભારે વરસાદ અને તોફાનની સ્થિતિમાં બિનજરૂરી મુસાફરી ટાળે અને સુરક્ષિત સ્થળે આશરો લે.વરસાદની વચ્ચે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાન 4 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Gujarat Weather : 2 થી 5 જુલાઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને સાવચેત કરાયા



  • Follow us on: