હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 15 જિલ્લાઓ માટે આગામી 2 થી 3 કલાક માટે ભારે વરસાદ અને વીજળીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જેમાં 8 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 7 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.ઉત્તર ગુજરાતમાં વરસાદી એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકનું વરસાદનું એલર્ટ આપ્યું છે.
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. બંને જિલ્લામાં 62થી 87 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
