હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 28 જુલાઈએ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 30 જુલાઈના રોજ હવામાન તંત્ર દ્વારા નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
છોટાઉદેપુર અને નર્મદામાં રેડ એલર્ટ જાહેર
આગામી 31 જુલાઈના રોજ વરસાદનું જોર વધવાની ધારણા સાથે હવામાન વિભાગે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ જ દિવસે દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ અમદાવાદ, ખેડા અને ગાંધીનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
