રાજ્યમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર જણાય છે.પરંતુ રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.
કયા વિસ્તારોમાં રહેશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, 2 અને 3 જુલાઈએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.આજે બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે.સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. જ્યાં સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.













