ગુજરાતમાં ગુરૂવારે સાંજ પછી અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. હાલમાં મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં ચોમાસુ સ્થિર છે. આગામી દિવસોમાં ચોમાસુ આગળ વધી શકે છે. પરંતુ ગુજરાતમાં વિધિવત ચોમાસાના હજી કોઈ અણસાર જોવા મળ્યા નથી. જ્યારે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે.


આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદની આજે ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે. 

4 વાગ્યા સુધી 9 જિલ્લામાં વરસાદની આગાહી

બીજી તરફ હવામાન વિભાગે સાંજે 4 વાગ્યા સુધી 9 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ, મહીસાગર,પંચમહાલ,દાહોદમાં યલો એલર્ટ, છોટાઉદેપુર,વડોદરા,ભરુચમાં યેલો એલર્ટ, આણંદમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડા અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં જ રાજ્યના 46 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોઃ Monsoon 2026: વેરાવળ બાદ હવે તાલાલા અને સુત્રાપાડા પંથકમાં વરસાદી ઝાપટાં શરૂ, ખેડૂતો ખુશખુશાલ


  • Follow us on: