ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે.આગામી 3 કલાક એટલે કે રાત્રે 9 વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.મેઘરાજાની સક્રિયતાને પગલે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.
રાજ્યના આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
સુરત, નવસારી, વલસાડ અને ડાંગ, ભાવનગર,અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.પોરબંદર, રાજકોટ, ભરૂચ અને નર્મદા જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ સાથે સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.આગામી કલાકોમાં 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
