રાજસ્થાન પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય થયો છે.જેને પગલે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ નવી સિસ્ટમથી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.જ્યારે સૌરાષ્ટ્રમાં હજી સુધી સરખામણીએ ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સામાન્ય કરતાં 12 ટકા વધુ વરસાદ નોંધાયો
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.તેમજ 30 જુલાઈની આસપાસ વધુ એક નવી સિસ્ટમ સક્રિય થતાં 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ચાલુ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં 12 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં તો સરેરાશ કરતાં 45 ટકા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.
