ઉત્તર ગુજરાત માટે મહત્વનો આધાર ગણાતા મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની અછત સર્જાઈ છે. સ્ત્રાવક્ષેત્રમાં ધારણા મુજબ વરસાદ નહીં પડતા ડેમમાં પાણીની આવક નહિવત થઈ છે. 

આ વર્ષે ડેમમાં માત્ર 47 ટકા પાણી

ગત વર્ષે જુલાઈ અંતે ધરોઈ ડેમ 79 ટકા ભરેલો હતો, જેની સરખામણીએ આ વર્ષે ડેમમાં માત્ર 47 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. આ વર્ષે ડેમમાં ગત વર્ષ કરતા 32 ટકા ઓછું પાણી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.ૉ

Dharoi Dam Water Level Drops by 32% Compared to Last Year

એક વર્ષ સુધી પીવાનું પાણી મળશે

ડેમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, હાલ ડેમમાં રહેલો જથ્થો આગામી એક વર્ષ સુધી પીવાના પાણી માટે પૂરતો ઉપલબ્ધ છેપરંતુ જો વરસાદની સ્થિતિ આવી જ યથાવત રહી તો સિંચાઈ માટે પાણી આપવું મુશ્કેલ બનશે. 

Dharoi Dam Water Level Drops by 32% Compared to Last Year

સિંચાઈના પાણી અંગે ખેડૂતો સામે મોટો પ્રશ્નાર્થ 

ધરોઈ ડેમમાંથી 8 મોટા શહેરો સહિત 900થી વધુ ગામોને પીવાનું પાણી પૂરૂં પાડવામાં આવે છે, જ્યારે ડાબા અને જમણા કાંઠાની નહેરો મારફતે ખેતી માટે સિંચાઈનું પાણી આપવામાં આવે છે. વરસાદ નહીં પડે તો પીવાનું પાણી તો મળી રહેશે, પરંતુ સિંચાઈના પાણી અંગે ખેડૂતો સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. 


આ પણ વાંચો  :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?