ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મિત્રો સાથે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે આ ઘટના બની હતી. સદનસીબે આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે અને તેઓ સુરક્ષિત છે.
હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા
મળતી માહિતી મુજબ, હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે બૈસાબગઢ નજીક આવેલા પ્રસિદ્ધ હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.

