વલસાડ શહેરમાં ભારે વરસાદ બાદ હવે પૂરના પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે, પરંતુ પાણી જતાં જ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્ય માર્ગો પર 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો. પૂર ઓસરતા જ ચોતરફ કાદવ-કીચડ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ભારે નુકસાનની વાસ્તવિકતા બહાર આવી રહી છે.

5 થી 7 ફૂટ સુધી વરસાદી પાણી ફરી વળ્યા

શહેરના મુખ્ય બજારોમાં આવેલી દુકાનોમાં 5 થી 7 ફૂટ સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતા. દુકાનોમાં મુકેલો મોટાભાગનો કિંમતી માલસામાન પાણીમાં પલળીને સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયો છે. પૂરના પાણી ઉતર્યા બાદ જ્યારે વેપારીઓ પોતાની દુકાને પહોંચ્યા, ત્યારે થયેલી તારાજી જોઈને અનેક વેપારીઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને રોઈ પડ્યા હતા.

વેપારી સમુદાયને આર્થિક રીતે મોટો ફટકો

આ કુદરતી આફતમાં વેપારી સમુદાયને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. દરેક દુકાનદારને માથાદીઠ 3 થી 5 લાખ રૂપિયા સુધીનું ભારે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક વેપારીઓને થયેલા લાખો રૂપિયાના નુકસાનના કારણે હવે તેમના વેપાર-ધંધા ફરીથી બેઠા કરવા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.

આ પણ વાંચો : Monsoon 2026 : અમદાવાદમાં પૂરના પાણી ન ઓસરતાં મુખ્યમંત્રી લાલઘૂમ, અધિકારીઓનો ઉધડો લીધો, ‘શા માટે પાણી ભરાયા તેનો ખુલાસો કરો’