મોરબી જિલ્લામાં ભારે પવન સાથે હળવદ, વાંકાનેર, માળિયા, ટંકારા, હળવદના સુંદરગઢ, રાણેકપર, ચરાડવા, લીલાપુર, માથક સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ ભારે વરસાદને પગલે મોરબીના મચ્છુ-3 ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, જેને પગલે મચ્છુ-3 ડેમના 3 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 3 દરવાજા ખોલીને નદીમાંથી 13,524 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો મચ્છુ-2 ડેમમાંથી નદીમાં 11,724 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.


[[$googlead]]

5 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 1થી પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો

તમને જણાવી દઈએ કે મોરબી જિલ્લાના 5 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 1થી પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ટંકારામાં 29 mm, માળિયામાં 68 mm, મોરબીમાં 59 mm, વાંકાનેરમાં 56 mm અને હળવદમાં 66 mm વરસાદ ખાબક્યો છે. બીજી તરફ મોરબીના હળવદમાં વરસાદી પાણી ભરાવાના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે. હળવદથી રણમલપુર જવાનો રસ્તો બંધ થયો છે. ત્યારે ઘણાંદ પાસે ખારી નદી બેકાંઠે વહેતા સંપર્ક તૂટ્યો છે. રણમલપુર, અંજાર, ઘણાંદ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. સતત વરસાદના લીધે પાણીની આવકમાં વધારો થયો છે.

[[$alsoread]]

નવા ઈસનપુર ગામ બન્યુ સંપર્ક વિહોણુ

ત્યારે ભારે વરસાદને પગલે મોરબીના હળવદમાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નવા ઈસનપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વોકળો બે કાંઠે થતાં ગામની ચારેતરફ પાણી ભરાયું છે. નવા ઈસનપુર, જૂના ઈસનપુર સંપર્ક વિહોણા બન્યા છે. હળવદને જોડતા એકમાત્ર રોડ પર પણ પાણી ભરાયું છે. ત્યારે શાળામાં જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ હળવદમાં કેનાલમાં ભંગાણ પડ્યું છે. રાયસંગપર ગામે નર્મદાની માઈનોર કેનાલ તૂટી છે. નર્મદાની કેનાલમાં મસમોટુ ગાબડુ પડ્યું છે. કેનાલના પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે અને મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો છે.


  • Follow us on: