ટ્રાફ્કિથી ધમધમતા મોરબી -વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સામાકાંઠા વિસ્તારમાં લોકોને રોડની એક તરફ્થી બીજીતરફ્ પગપાળા જવા માટે કરોડોના ખર્ચે ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી અધૂરી રાખી દેવામાં આવી છે.


જાગૃત નાગરિકે પબ્લિક ગ્રિવન્સીસમાં ફરીયાદ કરતા નેશનલ હાઇવે ઓથોરિટીએ અંતે આ ફૂટ ઓવરબ્રિજના કામ અટકી જવા અંગેના કારણો રજૂ કર્યા છે. હાઇવે ઓથોરિટીએ જણાવ્યું હતું કે, આ બ્રિજ ઉપરથી હેવી વીજ લાઈન પસાર થઇ રહી હોવાથી પ્રોજેક્ટ અટકી ગયો છે. જો કે, સવાલ એ ઉઠે છે કે, હાઇવે ઓથરિટીએ બ્રિજ બનાવવાની શરૂઆત કરી ત્યારે ખબર ન હતી કે ઉપરથી લાઈન જાય છે ? તો આટલો ખર્ચ શા માટે કરાયો તેવા સવાલ ઉઠી રહ્યા છે.


  • Follow us on: