મોરબીથી કોલસી ભરી રાજુલા ખાલી કરવા જતા ટ્રકની બ્રેક ચિતલ પાસે ફેઈલ થઈ જતા ટ્રક ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવી દેતા ટ્રકે આઠ દુકાનો છાપરા તોડી નાખ્યા હતા અને આઠેક જેટલા મોટરસાયકલને હડફેટે લેતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


ચિતલમાં આજે સવારે 11/11-30 વાગ્યાની આસપાસ મોરબીથી રાજૂલા કોલસી ખાલી કરવા જતો ટ્રક ચિતલ હાઈસ્કુલ પાસે પહોચ્યો હતો ત્યારે અચાનક જ ફુલ લોડ ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા રોડની બંને બાજુ આવેલી સાતેક દુકાનોના છાપરા તોડી નાખ્યા હતા.આ ઉપરાંત પાર્કિંગ કરેલ આઠેક જેટલા જુદાજુદા વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો.સદનસીબે કોઈ દુકાનદાર કે રાહદારીઓને ઈજા થઈ ન હતી પણ ટ્રકના કલીનરને ઈજા થઈ હતી.આ ટ્રક રાજુલાની હોય અને મોરબીથી કોલસી ભરીને રાજુલા જતી હતી ત્યારે ચિતલ પાસે આ અકસ્માત થયો હતો.જે રીતે ટ્રક બેકાબુ બન્યો હતો પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથધરી છે.


  • Follow us on: