મોરબી જિલ્લાના હળવદમાં જમીન પચાવી પાડવાનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બનાવટી દસ્તાવેજો ઊભા કરીને 200 વીઘાથી વધુ સરકારી જમીન પચાવી પાડવાના પ્રયાસ બદલ 9 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
મામલતદાર દ્વારા કાર્યવાહી
મામલતદાર અલ્કેશ ભટ્ટે મહેસૂલી રેકોર્ડની ઊંડી તપાસના આધારે આ બનાવટી રેકોર્ડ ઉભો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી કચેરીના રબર સ્ટેમ્પ અને ખોટી સહીઓ કરીને રેવન્યુ રેકર્ડમાં ચેડાં કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં 200 વીઘાથી વધુ જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આરોપીઓ મુખ્યત્વે હળવદ તાલુકાના ઘનશ્યામપુર, સુંદરી ભવાની અને કોયબા ગામના રહેવાસી છે.
200 વીઘા જમીન પચાવી પાડવાના પ્રયાસ
હળવદ પોલીસ મથકે જે 9 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં નીચેના લોકોનો સમાવેશ થાય છે. રમેશભાઇ બબાભાઇ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારીયાપરમાર, બીજલભાઈ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઈ વનાણી, રાઠોડ માવજીભાઈ ટાભાભાઈ, જશુબેન બાબુભાઈ ધરમશીભાઈ કોળી, મંજુબેન રત્નાભાઈ કોળી, વનાણી હમીરભાઈ વજુભાઈ, હળવદ પોલીસે આ ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









