મોરબીના બે સિરામિક એકમો અને ત્રણ આંગડિયા પેઢીમાં જીએસટી ચોરીની શંકાએ ડીજીજીઆઈ વિભાગે દરોડા પાડયા છે. ચુસ્ત બંદોબસ્ત સાથે બહારથી આવેલો અધિકારીઓનો મોટો કાફ્લો આ પાંચેય જગ્યાએ તપાસનો ધમધમાટ ચલાવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીજીજીઆઈની ટીમો સવારથી મોરબીમાં ત્રાટકી હતી. તેઓ દ્વારા આર્ટ ટાઇલ્સ અને પ્લેટિનિયમ ટાઇલ્સમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ત્રણ જેટલી આંગડિયા પેઢીમાં પણ સર્ચ ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ટીમોએ જીએસટી ચોરીની આશંકાએ અહીં દરોડા પાડયા છે.



  • Follow us on: