ટંકારા-લતીપર-ધ્રોલને જોડતા હાઇવે ઉપર લતીપર નજીક આજી નદી પર આવેલા મેજર બ્રીજની હાલત જોખમી બની છે.
સમારકામની કામગીરીના કારણે આ પુલ ટ્રકો તેમજ અન્ય ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવાનું જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રોડ જાહેર કરવામાં આવ્યો છે. આગામી ચાર મહિના સુધી બ્રિજની રીપેરીંગની કામગીરી ચાલે તેમ હોય ભારે વાહનોને વાયા પડધરી અથવા માળીયા હાઈવેનો ઉપયોગ કરવો પડશે. આ મેજર બ્રિજ જર્જરિત હાલતમાં હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર સફળું જાગ્યું હતું અને તાબડતોબ બ્રિજનું 83 લાખના ખર્ચે રીપેરીંગ કરવા નક્કી કર્યું છે.










