સિરામિક નગરી મોરબી શહેરમાં વર્ષોથી ટ્રાફ્કિ સમસ્યા માથાનો દુઃખાવો બની છે. હાલમાં શહેરના સામાકાંઠા વિસ્તારમાં જવા માટે માત્ર એક જ પાડાપુલ છે.


ત્યારે મહાનગર પાલિકા દ્વારા ટ્રાફ્કિ સમસ્યા નિવારવા શહેરના લીલાપર ગૌશાળાથી ભડિયાદ સુધી બ્રિજ બનાવવા સરકારમાં ડીપીઆર મોકલતા મ્યુનિસિપલ ફઇનાન્સ બોર્ડ રૂ.156.67 કરોડના ખર્ચે આઇકોનિક કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવવા મંજૂરી આપતા હવે મોરબીની ટ્રાફ્કિ સમસ્યા આવનાર દિવસોમાં દૂર થશે.

શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર ટ્રાફ્કિ સમસ્યાના કાયમી ઉકેલ માટે શહેરમાં વધુ એક બ્રિજ સરકારમાંથી મંજુરી મળી છે. હાલમાં મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવન-જાવન માટે બે અલગ બ્રિજ હોવા છતાં, શહેરનો સંપૂર્ણ ટ્રાફ્કિ આ જ માર્ગ પરથી પસાર થતો હોવાથી વારંવાર ટ્રાફ્કિ જામની ગંભીર સમસ્યા સર્જાય છે.

મોરબી મહાનગરપાલિકાએ આ ટ્રાફ્કિ સમસ્યાને દૂર કરવા માટે પાડાપુલની અપસ્ટ્રીમમાં આકર્ષક અને આઈકોનિક કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવવાનો નિર્ણય કરતા હવે શહેરના સામાકાંઠા વિસ્તારને જોડતો વધુ એક સુવિધા ઉપલબ્ધ બનશે.


  • Follow us on: