મોરબી જિલ્લામાં હળવદના ચાડધ્રા ગામે શુક્રવારે ચેકડેમ તૂટયો હોવાનો બનાવ સામે આવતા તંત્રમાં દોડધામ મચી હતી. સદર બનાવમાં કોઈ જાનહાનિ કે નુકસાન ન થતા સૌકોઈએ હાશકારો અનુભવ્યો હતો. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ચાડધ્રા પાસેથી બ્રાહ્મણી નદી પસાર થાય છે. જેના ઉપર ખેડૂતોને ખેતીવાડી માટે પાણી મળી રહે તે માટે એક દાયકા પૂર્વે ચેકડેમ બનાવાયો હતો. આ ચેકડેમ શુક્રવારે સવારે 7 વાગ્યાની આસપાસમાં અરસામાં અચાનક તૂટી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નદીમાંથી બેફામ રેતી ચોરીના કારણે ચેકડેમ નબળો પડી ગયો હોવાથી તૂટી ગયો છે. હવે ફરી ક્યારે આ ચેકડેમ બનશે તે અંગે કઈ નક્કી નથી. ચેક ડેમ તૂટવાના કારણે સંગ્રહ થયેલ પાણીનો ધસમસતો પ્રવાહ ટીકરના રણ તરફ્ વહી ગયો હતો. પરિણામે આવનારા દિવસોમાં ખેતી અને પિયત માટે પાણીની ખેંચ પડશેનો ડર ખેડૂતોએ વધુમાં વ્યક્ત કર્યો હતો.

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું









