ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત થયા બાદ રાજકીય પક્ષો તરફથી સતત આક્ષેપબાજી અને નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં મીડયા સમક્ષ ગોપાલ ઈટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી હતી. કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યમાં હવે ચેલેન્જનું રાજકારણ શરૂ થયું છે.
મોરબીમાંથી ચૂંટણી લડવાની આપી ચેલેન્જ
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા મોરબીમાં ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપી દઈશ અને તે જીતે તો તેને બે કરોડ રૂપિયા હું આપીશ. મોરબીમાં વરસાદને કારણે રોડની ખરાબ હાલતને લઈને થયેલા જન આંદોલન બાદ ધારાસભ્ય અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે ગઈકાલે રાત્રે ગોપાલ ઈટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી હતી.
ગોપાલ ઇટાલિયાએ મોરબીમાંથી લડવાની ચેલેન્જ સ્વીકારી
કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણ ગરમાયું હતું. ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, મોરબીના ધારાસભ્યએ મને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે. હું તેમની આ ચેલેન્જને સ્વીકારૂ છું. તેઓ 12 તારીખે બપોરે બે વાગ્યા સુધીમાં રાજીનામું આપી દે. જો તમે શરૂ હોવ તો ફરી ના જતાં ગોપાલ ઈટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે.









