મોરબીમાં ખાનગી દાંડિયા ક્લાસિસ વિરુદ્ધ જનક્રાંતિ સભા યોજવામાં આવી હતી, અને ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને ઉતર્યો છે, જનસભામાં ગરબા ક્લાસિસ બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે અને ગરબાની જગ્યાએ ડિસ્કો દાંડિયા બંધ રાખવા માટે આહ્વાન પણ કરવામાં આવ્યું છે, અસામાજિક પ્રવૃત્તિઓના દૂષણને ડામવા જનસભા યોજાઈ હતી. પાટીદારોએ શેરી ગરબા કલ્ચર તરફ વળવા લોકોને આહ્વાન કર્યુ હતુ. આ સભામાં પાટીદાર ઉદ્યોગપતિઓ, રાજકારણીઓની રહ્યા હતા હાજર.


[[$googlead]]

પાટીદાર જનક્રાંતિ સભામાં કાંતિ અમૃતિયાની ચેલેન્જ

પાટીદાર જનક્રાંતિ સભામાં કાંતિ અમૃતિયાએ જાહેર મંચ પરથી ચેલેન્જ કરી હતી અને કહ્યું હતુ કે, કયારેય મારો વાંક હોય તો મારો ઝભ્ભો ફાડી નાખજો, વર્ષો પહેલા લાંબા વાળ વાળાએ CD ઉતારવાનું કામ કર્યું હતુ અને લાંબા વાળ વાળાને પકડી લીમડે બાંધી માર્યો હતો અને સીડી પણ સળગાવી દીધી હતી અને કયા સમાજની સીડી હતી તે મને ખબર નથી પણ મે સીડી જોઈ નથી જે છે એ દિલની વાત તમારી સામે કરૂ છુ, બીજી તરફ કાનાભાઈએ 45 વર્ષના ઈતિહાસમાં કોઈનું પડાવ્યું પણ નથી.

[[$alsoread]]

કાનાભાઈ કોઈ લુખ્ખા સાથે બેઠા નથી : કાંતિ અમૃતિયા

કાંતિ અમૃતિયાએ વધુમાં કહ્યું કે, દાદા એક જ છે હનુમાન દાદા બાકી કોઈ નહીં, હું બેઠો છું કોઈના બાપની ત્રેવડ નથી અને મોરબી વેપારીનું શહેર છે ગોળ હોય ત્યાં કીડીઓ આવે અને આવી કીડીઓને આપણે પકડીને મારી નાખવાની છે, મરવા માટે તો મારી બધી તૈયારી છે અને ગોળીએથી મરવાનું છે દવાથી નહીં, કાળા ધંધા ચાલતા હોય તો અમને જાણ કરજો જયાં પોલીસ ન આવે તો અમે આવીશું અને અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા લડવા માટે આવ્યા છીએ.

જનસભામાં રાજકીય આગેવાનો તેમજ ઉદ્યોગકારો સહિત સમાજ શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા

મોરબી શહેરમાં આજે પાટીદાર જન ક્રાંતિ સભાનું આયોજન કર્યુ હતું જેમાં ડિસ્કો દાંડિયાની પાછળ ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓના દુષણને ડામવા જનસભાનું આયોજન કરાયું હતું જેમાં સ્વયંભૂ પાટીદાર સમાજના હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ હતી અને એક સુરમાં ગરબા ક્લાસિસ બંધ કરાવવાના નિર્ણયને વધાવ્યો હતો. મોરબી શહેરમાં રવાપર ચોકડીએ યોજાયેલા પાટીદાર જન ક્રાંતિ સભામાં તમામ પક્ષના રાજકીય આગેવાનો તેમજ ઉદ્યોગકારો સહિત સમાજ શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક દૂષણ વિશે લોકોને જાગૃત કર્યા હતા સાથે શેરી ગરબા કલ્ચર તરફ વળવા લોકોને આહ્વાન કર્યું હતું.

પાટીદાર સમાજની 17 હજાર યુવાઓની ટીમ સમાજ માટે કાર્યશીલ છે

પાટીદાર જન ક્રાંતિ સભામાં ખાસ મુદ્દો વ્યાજખોરોનો રહ્યો હતો અને વ્યાજખોરોના ત્રાસના પગલે યુવાનો આત્મહત્યા કરી લે છે ત્યારે આવાં વ્યાજખોરોથી દૂર રહેવા માટે અને ગરબામાં માં શક્તિની આરાધનાના બદલે ડિસ્કો દાંડિયા ચાલે છે તે સદંતર બંધ રાખવા માટે સમાજને આહ્વાન કર્યું હતું. પાટીદાર આગેવાન મનોજ પનારાએ અસમાજિક તત્ત્વોથી પાટીદાર સમાજ રક્ષણ માટે ફરીયાદી નહીં હવે આરોપી બનવા માટે તૈયાર છે અને તેની માટે કંઈ પણ કરવા તૈયાર છીએ તેવી ચિમકી ઉચ્ચારી હતી બીજી તરફ પાટીદાર સમાજની 17 હજાર યુવાઓની ટીમ સમાજ માટે કાર્યશીલ છે.

 

  • Follow us on: