મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ પણ લોકોની સમસ્યા ઠેર ની ઠેર રહી દર વર્ષે ચોમાસાની શરુઆત થતાની સાથે શહેરના વિવિધ મુખ્યમાર્ગો પર ડામર મેકઅપની જેમ ઉખડી લોકોને સમસ્યા રૂપે દુઃખ આપી રહ્યા છે.
મોરબીની જનતા ખખડધજ રોડના કારણે ત્રાહિમામ પોકારી ગઈ
જેમાં શહેરના ગાંધી ચોકથી નવાડેલાને જોડતો રોડ, માધાપર મેઈન રોડ મહેન્દ્ર પરા રોડ મચ્છુ માતાના મંદિરથી માધાપર સુધીનો રોડ,અયોધ્યાપુરી રોડ જુના બસ સ્ટેશનના પાછળના ભાગનો રોડ, પંચાસર રોડ.ચિત્રકૂટ સોસાયટી બાયપાસ જોડતો રોડ, લાતી પ્લોટ વિસ્તાર આમ શહેરના મોટાભાગના રસ્તાઓ ઉબડ ખાબડ બન્યા છે મોરબીની જનતા ખખડધજ રોડના કારણે ત્રાહિમામ પોકારી ગઈ છે તો સાથે આ મસમોટા ખાડા કમરનો દુઃખાવો પણ થતો હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
મોરબીમાં રોડની સમસ્યા ઠેરની ઠેર
મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ લોકોમાં એવી આશા હતી કે નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા બાદ સુવિધામાં વધારો થશે અને સમસ્યા ઓછી થશે પરંતુ મોરબી વાસીઓની આ આશા ઠગારી નીવડી છે અને સમસ્યાઓ ઠેર-ઠેરને જોવા મળી રહી છે. મોરબી શહેરના કેટલાક રસ્તાઓ તો દોઢ ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યારે લોકોને ખાડામાંથી મુક્તિ અપાવી સારા રોડ મળે તેવી માગ કરી રહ્યા છે.
ગાંધી ચોકથી નવાડેલાને જોડતો રોડ પર ખાડારાજ
સ્થાનિક સમસ્યાઓને લઈને કોંગ્રેસે આકરા તેવર વ્યક્ત કર્યા હતા કે 30 વર્ષથી ભાજપનું શાસન છે મોટા ભાગનો સમય ભાજપે શાસન કર્યું હતું અને દર વખતે મોરબીને પેરીસ બનાવવાના સપના દેખાડ્યા હતા પણ સ્થિતિ એટલી હદે ખરાબ છે કે પરીસ તો બહુ દુર હાલ શહેરની સ્થિતિ ગ્રામ પંચાયત વિસ્તાર કરતા પણ બદતર બની ગઈ છે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને વર્ષે કરોડો રૂપિયાના બીલો ઉઘરાવી લોકોના પરસેવાની કમાણીથી પોતાના ઘર ભરવા સિવાય કશું કર્યું મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ પણ લોકોની સમસ્યા ઠેર ને ઠેર રહી દર વર્ષે રહી છે.









