ગુજરાતમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે.તેવામાં મોરબીમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. મોરબીના હળવદમાં વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં ફસાયા છે. મહિનાઓથી નાળાની કામગીરી ચાલતી હોવાથી રસ્તો ખોદેલો છે. હજુ સુધી કામ ન થતા ખાડામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. સામાજિક આગેવાને MLA સામે રોષ વ્યક્ત કર્યો હતો. MLA આવા સમયમાં લોકોની મદદ કરે.
હળવદમાં વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં ફસાયા
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને જૂનાગઢ સહિતા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. બપોરે એક વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.
મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.આ ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજ્યના અન્ય તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.









