ગુજરાતમાં અત્યારે ફરી પાછો ચૂંટણીનો દોર જોવા મળ્યો. 19 જૂનના રોજ કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. અને હવે મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મોરબીમાં 20 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 40 ગામમાં મતદાન થશે. જિલ્લાના કુલ 79માંથી 40 મથક સંવેદનશીલ જાહેર કરાયા છે.
રવિવારે યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણીની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી જે અંતર્ગત જિલ્લામાં ચૂંટણી માટે 29 RO, 29 ARO અને 15 ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીમાં 377 પોલિંગ સ્ટાફ અને 113 રિઝર્વ સ્ટાફ ચુંટણીમાં ખડેપગે રહેશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં વાંકાનેરમાં 34, માળીયામાં 3 મતદાન મથક, હળવદમાં 13, ટંકારા 6 મતદાન મથક એમ મોરબી તાલુકામાં કુલ 23 મતદાન મથક પર મતદાન થશે.










