મોરબીના માધાપરનો એક યુવક લૂંટેરી દુલ્હનનો બન્યો છે શિકાર. આ કાનજી નામના યુવકે મિનાક્ષી નામની એક યુવતી સાથે લગ્ન કર્યા હતો. આ મિનાક્ષી નામની યુવતી લગ્ન કર્યાના ત્રીજા જ દિવસે ફરાર થઈ ગઈ હોવાની કાનજીના માતાએ ફરિયાદ નોંધાવી છે. આ મિનાક્ષી લગ્ન કરીને ત્રણ દિવસ ઘરમા રહી હતી. જ્યારે છેલ્લા દિવસે મિનાક્ષી બહાર આંટોમારવા જતી હોવાનું કહીને રફુચક્કર થઈ ગઈ હતી.


મોરબી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ

મિનાક્ષી અને તેના અન્ય ત્રણ સાથીદારોએ કાનજી પાસેથી રૂપિયા બે લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. કાનજીના પરિજનોએ કરેલી ફરિયાદમાં મિનાક્ષી સહિત અન્ય ત્રણ આરોપી કનુભાઈ, હરેશભાઈ અને પ્રવિણાબેન નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચક્રો ગતિમાન કરતાં કનુભાઈ, હરેશભાઈ, મિનાક્ષી અને પ્રવિણાબેનની શોધખોળ હાથ ધરી છે.

લૂંટેરી દુલ્હને ઉજાડ્યું મોરબીના યુવકનું સંસાર

લૂંટેરી દુલ્હનોના કિસ્સામાં ફરી એકવાર એક અજાણ યુવક શિકાર બન્યો છે. આવી લૂંટેરી દુલ્હનો પહેલા જાળમાં ફસાવે છે પછી ભોળા યુવક પાસેથી રૂપિયા પડાવીને ત્યાંથી રફુચક્કર થઈ જતી હોય છે. આવી લૂંટેરી દુલ્હનો સંસાર વસાવવા નહિં પરંતું સંસાર ઉજાડવા માટે ભોળા અને અજાણ યુવકોનો ભોગ લેતી હોય છે. જ્યારે મોરબીમાં આ બનાવ બનતાં મોરબી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.


  • Follow us on: