નડિયાદના ભુમેલના 25 ખેતર પાડોશીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ પખવાડિયા અગાઉ નોંધાઈ હતી. જે બાદ વધુ એક લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં 25 ખેતર પાડોશીઓએ મહિલાના દિયરોની જમીન પર પણ ગેરકાયદે કબજો જમાવી દીધાના આક્ષેપ કર્યા છે. મહિલા તેમના ભાણા સાથે દિયરોની જમીનમાં ડાંગરની રોપણી અને બાજરીના વાવેતર માટે ગયા હતા. દરમિયાન પચ્ચીસેક ઈસમો લાકડાના ડંડા, દાતરડા તથા ધારિયા લઈને સામા થઈ ગયા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે તેમણે કલેકટર કચેરીમાં અરજી કર્યા બાદ ફરિયાદનો હુકમ થતાં વડતાલ પોલીસ મથકે તમામ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવી છે.
નડિયાદમાં રહેતા હર્ષ સૂર્યકાન્તભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના નાની રંજનબેન નવનીતભાઈ પટેલના દેરાણી ધનલક્ષ્મીબેન રસીકભાઈ રાવજીભાઈ પટેલની ભુમેલમાં વડીલોપાર્જિત જમીન બ્લોક સર્વે નં. 220 ખાતા નં. 803, ક્ષેત્રફળ 1-28-93 તથા બ્લોક નં. 387 ખાતા નં. 610, ક્ષે. 2-42-81વાળી જમીન આવેલ છે. તમામ મુળ માલિકોમાંથી બે સિવાય બાકીના અમેરીકા સ્થાયી છે. અને તમામ જમીનનો વહીવટ પોતે કરે છે. ગત તા.21 જુલાઈ 2024ના રોજ કુટુંબી મામી સપનાબેન તેમની તથા તેમના દિયરોની જમીનમાં ડાંગરની રોપણી તથા બાજરીનું વાવેતર કરવા જતા હતા.










