નડિયાદ સંતરામ મંદિર દ્વારા દેવઉઠી એકાદશીથી દેવદિવાળી સુધી મંદિરની લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત રામદાસજી મહારાજે ધજાનું પૂજન અર્ચન કર્યા બાદ દીપ પ્રાગટય કરીને જય ગીરનારીના ગગનભેદી જયઘોષ સાથે 55મી લીલી પરિક્રમાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યુ છે. આ પરિક્રમા મંદિરથી પ્રસ્થાન થઇ ગીતામંદિર, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય થઇ વકીલ સોસાયટી, સંતરામ વિદ્યાલય થઇ રામજી મંદિરના દર્શન કરીને પરત સંતરામ મંદિરમાં આવીને આ પરિક્રમા પૂર્ણ થાય છે. આ સંદર્ભે સૂત્રોએ જણાવ્યું હતું કે, સંતરામ મંદિરમાં ગીરનાર પર્વતની પ્રતિક સ્થાપના પણ કરવામાં આવે છે. તેનું પૂજન કરવામાં આવ્યું હતું. લીલી પરિક્રમા એક અનોખી શ્રાદ્ધા અને દિવ્ય સંદેશ સાથેની છે. અબાલ વૃદ્ધો જે ગીરનારની કઠિન પરિક્રમા કરી શકતા નથી. તેઓ જો શ્રી સંતરામ મહારાજની આ પાંચ દિવસીય પરિક્રમા કરે તો તેમને ગીરનારની પરિક્રમાનું જ ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે સંતરામ મહારાજ પોતે ગીરનારથી વિચરણ કરતાં કરતાં આ પવિત્ર સ્થાને આવીને વસ્યા હતા. મંદિરની યોજાયેલી લીલી પરિક્રમા સમગ્ર ચરોતરમાંથી મોટીસંખ્યામાં ભકતો જોડાઇને ધન્યતા અનુભવી હતી.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









