વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ સાથે નડિયાદ - સ્વચ્છતા અને સ્વદેશીના સંકલ્પ સાથે આંબેડકર હોલ, નડિયાદ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ મનપાના મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મ્યુનિ. કમિશનર જી.એચ.સોલંકીએ પોતાનાં પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રોએક્ટિવ થઈને સરકાર તમારા દ્વારે થકી ઘેર બેઠા વિવિધ યોજનાના લાભ આપી રહી છે. નડિયાદ મહાનગરપાલિકા પણ શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધા શહેરમાં મળે તે માટે પ્રયત્ન કરી રહી છે. નડિયાદ મહાનગરપાલિકામાં દસ ગામો ઉમેરાયા છે. આવતા પાંચ વર્ષમાં વિકાસના વિવિધ કામો સાકાર થશે. જ્યારે 288 કરોડના વિવિધ વિકાસ કામો પ્રારંભ કરી દીધા છે. રાજ્ય સરકાર પણ સૌને શ્રોષ્ઠ સુવિધા મળી રહે તે માટે હંમેશા મહાનગરપાલિકાની પડખે ઉભી છે.










