ઝઘડિયા ચાર રસ્તા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની સામે ગટર લાઇન ઉપર આખી કાર સમાય જાયે તેટલો મોટો ભૂવો પડયો છે. હાલ માં જ મોડી સાંજના સમયે એક કાર તેમાં ફસાઈ હતી. ત્રણ શોપિંગ સેન્ટર અને ચાર જેટલી સોસાયટીને જોડતા મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડયા બાદ પણ જવાબદારી તંત્ર જોવા પણ આવતું નથી.
ઝઘડિયા ચાર રસ્તા પર આવેલ બેંક ઓફ બરોડા શાખાની બિલકુલ સામે આ ગટર લાઈન પર સ્લેબમાં છેલ્લા સાત આઠ વર્ષથી 10 ફૂટ જેટલું મોટું બાકોરૂ પડયું છે જેમાં આખે આખી કાર અથવા કોઈ નાનું મોટું પશુ એમાં સમાઈ જાય, વારંવાર સ્થાનિક વહીવટી તંત્ર તથા રાજકીય નેતાઓને આ બાબતની રજૂઆત બાદ પણ છેલ્લા સાત આઠ વર્ષથી તે ગટર ની ઉપર બાકોરૂ યથાવત રહ્યું છે, બેંક ઓફ બરોડાની સામે આવેલ આ બાકોરા પાસેથી રોજના હજારો લોકો પસાર થાય છે, બેંકમાં આવે છે તથા ત્યાં આવેલા શોપીંગમાં ખરીદી કરવા આવે તેમની સામે આ જોખમ છે, અવારનવાર કેટલાક પશુઓ પણ આમાં ઢસડાઈ પડે છે છતાં તંત્રની ઊંઘ ઊડતી નથી, તાજેતરમાં રાત્રિ સમયે કાર ચાલકે બેંક ઓફ બરોડા સામે પડેલા આ બાકોરામાં ભૂલથી કાર ઉતરી ગઈ હતી. જેને મહામહેનતે તેને બહાર કાઢવામાં આવી હતી.










