દેડિયાપાડા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેડિયાપાડા તાલુકામાં 36 મિ.મી. વરસાદ નોંધાયો હતો. દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
અત્યાર સુધી કુલ વરસાદ 1138 મિ.મી. વરસાદ નોંધાયો છે. કુલ વરસાદ 46 ઇંચ નોંધાયો છે. હજુ પણ વરસાદ ચાલુ છે.આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા છે. આકાશી વાતાવરણ ઉપરથી લાગી રહ્યું છે કે હજુ પણ વરસાદ પડશે. સતત વરસાદ વરસી રહ્યો છે. ક્યારેક ધીમીધારે વરસાદ પડે છે. ક્યારેક જોરદાર ઝાપટાંના સ્વરૂપે વરસાદ પડે છે. નદીઓ, નાળાઓ અને ખાડીઓ કોતરોમાં વરસાદના પાણી વહેતાં નજરે પડે છે. ચેકડેમો ભરાઈ ગયા છે. ઓવરફ્લો થયા છે.










