વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનારા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કાર્યકાળમાં ગુજરાત માટે બે મહત્વની કામો માટે જનમાનસ પટ પર યાદગાર બની રહેશે. કેવડિયાતા એક તો સરદાર સરોવર નર્મદા ડેમનું કામ પૂર્ણ થયું અને બીજું સ્ટેચ્યુ ઓફ્ યુનિટી બન્યું.
અમદાવાદના વિમાન દુર્ઘટનામાં અનેકના જીવ ગયા છે ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે. વિજય રૂપાણી વિશેની વાત કરીએ તો તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સાથે નાતો ખૂબ રહ્યો હતો. કારણ કે તેઓ 2016 થી 2021ના વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. તેઓના મુખ્યમંત્રી ગાળામાં ગુજરાત માટે ખૂબ મહત્વના અને ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ આપનાર પ્રોજેક્ટ પૂર્ણ થયા હતા.
જેમાં સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ દરવાજાને બંધ કરવાની એટલે કે, સરદાર સરોવર નર્મદા ડેમને 138.68 સુધી ભરવાની મંજૂરી મળી હતી. ત્યારે તે પ્રસંગે તેઓ કેવડિયા આવ્યા હતા. અને તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આવ્યા હતા. નર્મદા ડેમનું સંપૂર્ણ કામ પૂરું થયું હતું. અને નર્મદા ડેમના દરવાજા 138.68 મીટર સુધી બંધ કરવાની મંજૂરી મળી હતી અને તેઓએ નર્મદા ડેમ ખાતે આવીને વિજય રૂપાણી અને નીતિન પટેલે જૂન 2017 કેવડિયા આવ્યા હતા.
તેઓએ પૂજન કર્યું હતું. અને સાથે સાથે તેઓ એકબીજાને મીઠાઈ ખવડાઈમાં મીઠું કર્યું હતું. કારણ કે, ગુજરાત માટે નર્મદા ડેમ સંપૂર્ણ ભરવાની મંજૂરી મેળવી તે ખૂબ મહત્વની ઘટના હતી. ત્યારબાદ અન્ય કામો પૂર્ણ થયા હતા. 17 સપ્ટેમ્બર 2017ના દિવસ છે. જે ગુજરાત માટે ઐતિહાસિક દિવસ હતો. ત્યારબાદ સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ઇતિહાસમાં પહેલી વખત સંપૂર્ણ ભરાયો હતો.
ત્યારે તે વખતે નર્મદા ડેમ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે 17 સપ્ટેમ્બર 2017ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવ્યા હતા. ત્યારે તેમના મુખ્યમંત્રી રહ્યા હતા. જે ગળામાં એક મહત્વનું કાર્ય પૂર્ણ થાય તો તેની વર્ષોથી ગુજરાતવાસીઓ રાહ જોતા હતા. ત્યારબાદ બીજો મહત્વનો પ્રોજેક્ટ પણ તેઓના કાર્યકાળ દરમિયાન પૂરો થયો હતો. જે પ્રોજેક્ટ હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી. કારણ કે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીનું મહત્વનું કામ તેઓના કાર્યકાળ દરમિયાન ચાલતું હતું કારણ કે, તેઓ 2016 માં મુખ્યમંત્રી હતા. 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીનું કામ પૂર્ણ કરવાનું હતું. સાથે સાથે અન્ય પ્રોજેક્ટ પણ પૂરવા કરવાના હતા. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. જે કામ ધમધોકાર ચાલતું હતું. ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના શિરે હતી. ત્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા. ત્યારે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીની તમામ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તેઓ સ્વયંમ અહીંયા આવતા હતા. અને સ્ટેચ્યુ ઓફ્ યુનિટી કામ ચાલતું હતું. તેમાં પાયાના કામથી લઈને જ્યારે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના જે બ્રોન્ઝના પડ લગાડવાના કામમાં તેઓનું સુપરવિઝન રહેતું હતું.
ગુજરાતને ડેમ અને સ્ટેચ્યૂની મોટી ભેટ આપી
સ્વ. રૂપાણીના માર્ગદર્શનમાં જ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીનું કામ ચાલતું હતું. જ્યારે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી લોકાર્પણ 31 ઓક્ટોબર 2018 ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ત્યારે તે દિવસે પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે, ગુજરાત માટે સૌથી મોટી બે મહત્વની વાત કહી શકાય તે વખતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી હતા. એક મહત્વની ઘટના હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ અહીંયા આવતા હતા. ત્યારે સહજતાથી દરેકને મળતા હતા. અને તમામ કામ ચાલતું હતું. તેના કામદારોને ઇજનેરો પણ તેઓ મળતા હતા. અહીં કામ કરનાર આજે પણ યાદ કરે છે કે, તેઓ એકદમ સહજતાથી દરેકને મળતા હતા. તેમના ચહેરા પર હંમેશા હાસ્ય રહેતું હતું. તેમના સ્વભાવમાં મુખ્યમંત્રી તરીકેનો દંભ જોવા મળતો ન હતો.