પ્રવાસીઓ માટે અહીંયા બસથી લઈને અન્ય સગવડો પણ ઉભી કરાઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓએ લાંબી લાઈનો લગાવી છે અને દિવાળી બાદ વેકેશનમાં હજુ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તેવી સંભાવના સેવાઈ રહી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વ્યુ ગેલેરી સહિત અન્ય પ્રવાસ સ્થળોનું પ્રવાસે ઓનલાઈન બુકિંગ કરાવ્યું છે.


[[$googlead]]

સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગત વર્ષનો રેકોર્ડ તોડયો છે જેમાં વર્ષ 2023માં 51 લાખ 20 હજાર પ્રવાસી આવ્યા હતા,જ્યારે વર્ષ 2024ના વર્ષે 58 લાખ 25 હજાર પ્રવાસીઓ આવી ચૂક્યા છે,વર્ષ 2018થી અત્યાર સુધી બે કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા હોવાનો અંદાજ છે.

નર્મદાના શાંત કિનારે આવું જ એક આહ્લાદક પ્રવાસન સ્થળ

નર્મદાના શાંત કિનારે આવું જ એક આહ્લાદક પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે વિકસિત કરવામાં આવ્યું છે, બટરફ્લાય ગાર્ડન! આ ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રજાતિના પતંગિયાઓને નિહાળી શકે છે. 10 એકરમાં ફેલાયેલા બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ્સ)ની 150 પ્રજાતિઓ આવેલી છે. આ પરાગ રજકણો અને યજમાન છોડ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઇંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે.

[[$alsoread]]

SOUમાં પરાગ રજકણો અને યજમાન છોડ

પતંગિયાની પ્રત્યેક પ્રજાતિનો પોતાનો એક યુનિક યજમાન છોડ હોય છે. બટરફ્લાય ગાર્ડનમાં રહેલી પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ માટે તેમની વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવાના હેતુસર 70 અલગ-અલગ યજમાન છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે. ઉહાદરણ તરીકે, પ્લેઇન ટાઇગર બટરફ્લાય અકરા નામના છોડ તરફ આકર્ષિત થાય છે, કોમન ક્રૉ નામનું પતંગિયું કનેર છોડને પસંદ કરે છે, એવી જ રીતે લાઇમ બટરફ્લાય લીંબુડી પ્રત્યે આકર્ષિત થાય છે.

SOUમાં પતંગિયાઓની વિવિધ પ્રજાતિઓ

બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાની વિવિધ 70 પ્રજાતિઓ પ્રવાસીઓને જોવા મળે છે, જેમાં કોમન ક્રૉ, પ્લેઇન ટાઇગર, બ્લૂ ટાઇગર, સ્ટ્રાઇપ્ડ ટાઇગર, ગ્લાસી ટાઇગર, મોટલ્ડ એમિગ્રન્ટ, લેમન પેન્સી, ચોકલેટ પેન્સી, પીકોક પેન્સી, કોમન રોઝ, ક્રિમસન રોઝ, બ્લેક રાજા, ઇન્ડિયન જેઝબેલ, એગફ્લાય, પેઇન્ટેડ લેડી, પ્લેઇન ક્યુપિડ, સનબીમ, લાઇમ સ્વેલોટેઇલ, રેડ હેલન, બ્લૂ મોરમોન, ઇવનિંગ બ્રાઉન, રેડ પેરોટ વગેરે જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

SOUમાં જંગલ સફારી પણ છે

પ્રવાસીઓ માટે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી ટ્રેક્ટર પાર્ક સહિત અનેક પ્રવાસન સ્થળો છે જ્યાં પ્રવાસીઓને ફરવાની મજા આવી રહી છે પ્રવાસીઓની એટલી લાંબી લાઈન છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર જવાનો જે મેઈન ગેટ છે તેનાથી બહારના ગેટ સુધી લાંબી લાઈન પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી છે જેના કારણે અહીંયા બેરીકેટ મૂકવામાં આવ્યા છે પ્રવાસન વિભાગ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફ દ્વારા અહીંયા માઈક પર વારંવાર એનાઉન્સ કરવામાં આવે છે કે પ્રવાસીઓ ત્યાંથી ક્યાં જવું ત્યારે પ્રવાસીઓની મોટી સંખ્યા લોકોને પણ રોજગારી મળી રહે છે ત્યારે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારમાંથી પ્રવાસીઓ અહીંયા ઉમટી પડ્યા છે.

 

  • Follow us on: