દેડિયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામ ખાતે તા.12 જૂન, 2025ના રોજ ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત સમાપન કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન. કૃ. યુનિ. દેડિયાપાડા, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ સફ્ળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના દ્રારા ખેડૂતોને ખરીફ પાકોની તૈયારી, કૃષિ પ્રગતિ એપ, મધમાખી ટ્રેપના ઉપયોગ, પ્રાકૃતિક ખેતી તેમજ અળસિયા ખાતરની બનાવટ અને ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ન. કૃ. યુનિ.ના ફેરેસ્ટ્રી કોલેજના ડીન ડો. મીનલ ટંડેલે એગ્રોફેરેસ્ટ્રી અને ઓછા પાણીમાં ઉછેરાતા વૃક્ષો વિશે માહિતગાર કર્યા. ઉપરાંત ICAR-સીબા નવસારીના વૈજ્ઞાનિક માછલીઓના ખોરાક અને ખેતી સાથે પૂરક વ્યવસાય અંગે માહિતી આપી. ડો. મિનાક્ષી તિવારીએ પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સમાં મૂલ્યવૃદ્ધિ તથા માર્કેટિંગ વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મોટા તથા નાના સુકાઆંબા ગામોના મળી કુલ 376 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી માહિતીનો લાભ લીધો હતો. નર્મદા જિલ્લાનાં અંદાજિત 5175થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા









