નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.


જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ તેમના મત વિસ્તારના વિકાસ કામો જેવા કે, MLA ગ્રાન્ટની જોગવાઈ હેઠળ જિલ્લા આયોજનના કામો, 15મું નાણાંપંચના તાલુકા અને જિલ્લા કક્ષાના કામો, દેડિયાપાડા-સાગબારામાં બનતા આગજનીના બનાવો અને તેમાં વળતરની ચૂકવણી, શિયાલી ગામના શાળાના બાળકોના નદીમાં તણાઈ જવાથી થયેલા મોતના કિસ્સામાં સહાય ચૂકવણી, જિલ્લામાં વન્ય વિસ્તારોમાં દીપડાના હુમલાના કિસ્સામાં ભોગ બનનારને ચૂકવણાની બાબતો, માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓની મરામત, ગુજરાત પેટર્ન યોજનાના કામોની ફાળવણી, PM કુસુમ યોજના હેઠળ લાભાર્થીઓ દ્વારા કરેલી માંગણી અને મંજૂરી, જીતગઢથી જૂનારાજના રસ્તાના કામમાં થઈ રહેલો વિલંબ અને તેના કારણો, ખેતીવાડી યોજના અંતર્ગતના વીજ જોડાણોની સ્થિતિ, ATVTની કાર્યવાહક કમિટીમાં સભ્યોની નિમણૂંકની જોગવાઈઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા હપ્તાની ચૂંકવણીની સ્થિતિ, મનરેગા યોજનામાં નાગરિકોને રોજગારી મળી રહે તે દિશામાં કાર્ય કરવું, તાલુકામાં પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામની સ્થિતિ, વન વિસ્તારોમાંથી ગેરકાયદે લાકડાની હેરાફેરીને રોકવાની કામગીરી તથા સુજલામ સૂફ્લામ યોજના અંતર્ગતના કામો અંગેના પ્રજાજનોના પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા.


  • Follow us on: