આજથી માં દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થયું છે. ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે પણ નવરાત્રિને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.શહેરમાં ગરબાના આયોજન માટે પોલીસની મંજૂરી માટે 84 અરજીઓ આવી છે. જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 29 ગરબા આયોજકોને મંજૂરી આપી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 792 જગ્યાએ ગરબા યોજાશે. પોલીસે નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.


સોશિયલ મીડિયા પર ધાર્મિક ટીપ્પણીઓ પર પણ પોલીસ ધ્યાન આપશે

અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, નવરાત્રિને લઈને પોલીસ સજ્જ થઈ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 792 જગ્યાએ ગરબા યોજાશે. સલામત નવરાત્રિ અંગે પોલીસ ડ્રાઈવ યોજશે. મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવશે. ગરબા સ્થળ પર શી ટીમ અને હેલ્પ ડેસ્ક રહેશે. 112 ડાયલ કરી લોકો પોલીસની મદદ મેળવી શકશે. સોશિયલ મીડિયા પર ધાર્મિક ટીપ્પણીઓ પર પણ પોલીસ ધ્યાન આપશે.

આજે પોલીસ 70 મોટા ગરબા સ્થળો પર મોકડ્રીલ યોજશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે પોલીસ 70 મોટા ગરબા સ્થળો પર મોકડ્રીલ યોજશે.અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 792માંથી 21 જગ્યાએ જાહેર કોમર્શિયલ ગરબા યોજાશે. ગ્રામ્ય વિસ્તારમાં હોમગાર્ડ અને પોલીસ મળીને 1700 કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે. ચાર DySp, 20 PI Dvs 31 PSI સુપર વિઝનમાં રહેશે. ભીડ અને ગરબા સ્થળ પર શી ટીમ અને હેલ્પ ડેસ્ક રહેશે. પોલીસ અધિકારીના નંબરો સાથેના બેનરો રહેશે. પોલીસની 112 વાન પેટ્રોલિંગમાં રહેશે.

  • Follow us on: