આવતીકાલથી માં દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થશે. હવે ગણ્યા ગાંઠ્યા કલાકો બાકી હોવાથી લોકો નવરાત્રિની તૈયારીમાં મસ્ત બન્યાં છે. નવરાત્રિમાં ગરબા રમવા માટે યુવાધનમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બજારોમાં ખરીદી માટે ભીડ જામી છે. ત્યારે વરસાદની આગાહી વચ્ચે યુવાધન ગરબાની રમઝટ બોલાવવા માટે ભારે ઉત્સુક છે. બજારમાં ચણિયાચોળી, ઓર્નામેન્ટ્સ અને કુર્તાની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.


[[$googlead]]

વરસાદ તેનું કામ કરશે પણ અમે તો ગરબા રમીશું

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 21 થી 25 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. 21 થી 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. ત્યારે યુવાધાન એવું કહે છે કે, વરસાદ તેનું કામ કરશે પણ અમે તો ગરબા રમીશું. અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ભીડ જામી છે.

વરસાદની આગાહી છતાં ઉત્સાહ વધુ

ગરબાના ક્લાસીસમાં છેલ્લી ઘડીએ પણ ગરબાની પ્રેક્ટીસ ચાલી રહી છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં વિવિધ ગ્રુપ દ્વારા પ્રેક્ટિસ ચાલી રહી છે. બહેનો અને દિકરીઓ સહિત યુવાનો પણ ગરબાના નવા સ્ટેપ શીખી રહ્યાં છે. અમદાવાદના લૉ ગાર્ડન અને માણેક ચોકમાં રાણીના હજીરા સહિતની જગ્યાઓ પર ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. વરસાદની આગાહી હોવા છતાં લોકોમાં ઉત્સાહ ખૂબજ મોટો જોવા મળ્યો છે.

[[$alsoread]]


  • Follow us on: